કેટ્લી નાજુક કડી એ જીન્દગી ના દાવ ની જીત પર બાજી હતી ને હારવાનુ મન હતુ કઈક વાતો આમતો ભુલી ગયો છુ હુ હવે શ્વાસે શ્વાસે જે સદા સમ્ભારવાનુ મન હતુ -- શાહ્બુદિન રાથોડ
એક જ્યોતિષી બનારસમાં બાર વર્ષ સુધી જ્યોતિષ વિદ્યાનો અભ્યાસ કરીને પોતાના વતનમાં પાછો જઈ રહ્યો હતો. એ સમયે લોકો એક ગામેથી બીજે ગામ ચાલતા જતા હતા. કાશીના આ પંડિતે જ્યોતિષ-વિજ્ઞાનનો નિષ્ઠાથી અભ્યાસ કર્યો હતો. તેના ગ્રંથો ખભે ઉંચકીને પોતાના વતન તરફ જતો હતો- પણ ત્યાં તેણે નદીની રેત ઉપર માણસના પગલા જોયા. માણસના પગલામાં સ્વસ્તિક, કમળ એવા જુદા-જુદા ઉચ્ચ રાજયોગ ધરાવતા ચિહ્નો હતા. જ્યોતિષી તો મુંઝાઈ ગયો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પગમાં જુદા-જુદા શુભ ચિહનો એ મોટા રાજવીના હોય. પણ આ તો કોઇ ઉઘાડે પગે ચાલતા માણસના હતા. હજુ આશ્ચર્ય તો એ થયું કે આવા ચિહનો ધરાવતો વ્યકિત ચક્રવર્તી રાજા હોવો જોઈએ. સોનાના રથમાં બેઠેલો હોવો જોઈએ,અને રાજમહેલમાં હોવો જોઈએ. એને બદલે ઉનાળાની ભરબપોરે, નદીની રેત ઉપર, ઉઘાડા પગે કોઇ માણસ અહીંથી પસાર થયેલો હોય એ જોઈને જ જ્યોતિષ મૂંઝાઈ ગયો.. તે વિચારે ચડી ગયો કે મારું શાસ્ત્રનું જ્ઞાન સાચું કે આ માણસની વાસ્તવિક દશા સાચી ? પગલાની છાપનો પીછો કરતો-કરતો પગલે-પગલે ચાલી નીકળ્યો. થોડેક જ દૂર ગયો હશે અને તેણે જોયું કે એક વૃક્ષ નીચે એક તેજસ્વી સન્યાસી આરામ કરી રહ્યો છે. તેના પગમાં એ જ બધા રાજ-ચિહનો હતા. એ ભગવાન બુઘ્ધ હતા. જ્યોતિષીએ પોતાની મૂંઝવણ જણાવી. તેણે કહ્યું કે બાર વર્ષ સુધી મેં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આવા ચિહનોવાળી વ્યકિત મહા-પ્રતાપી અને ચક્રવર્તી રાજા હોય. આ સામાન્ય યોગ નથી. અને તમે તો સંન્યાસી છો. આવું કઈ રીતે બને ? ભગવાન બુઘ્ધે કહ્યું કે તારું શાસ્ત્રનું જ્ઞાન સાચું છે. હું રાજવી હતો અને હવે સંન્યાસી છું. એમ કહીને તેમણે એ જ્યોતિષના મનની તમામ શંકાઓનું સમાધાન કરી આપ્યું.
આ બે પ્રસંગો એટલા માટે યાદ આવી રહ્યા છે કે ભાગ્યમાં જે લખ્યું હોય છે તે થાય છે. પરંતુ ભાગ્યથી ઉપર પણ કશુંક છે. એ છે ઇશ્વર, પરમ ચૈતન્ય. માટે જ જયારે ભાગ્યના બધા જ ગ્રહો અવળા જતા લાગે ત્યારે પણ બઘું જ સવળું થઇ શકે છે ભક્તિ દ્વારા. ભાગ્યને બદલે તે ભક્તિ. સંસ્કૃતના વ્યાકરણના રચિયીતા પાણિનીના હાથમાં વિદ્યાની રેખા જ નહોતી. તેમની માતા જયારે જ્યોતિષીને તેમનો હાથ બતાવા ગઈ ત્યારે જ્યોતિષીએ કહ્યું કે આ બાળકના હાથમાં વિદ્યાની રેખા જ નથી. અને કહેવાય છે કે તે જ ક્ષણે પાણિનીએ બાજુમાં પડેલા અણીદાર પથ્થરથી પોતાના હાથમાં વિદ્યાની રેખા દોરી, ચીરો પાડ્યો. અને આપણને સંસ્કૃત વ્યાકરણ મળ્યું. કવિ કાલીદાસ મૂર્ખ અને અભણ હતા. કાલીમાતાની ઉપાસનાના લીધે સરસ્વતી દેવીની કૃપાથી તેઓ મહાકવિ બન્યા. વિશ્વના ઉત્તમ ગ્રંથોના રચિયીતામાં કાલીદાસનું નામ આદરપૂર્વક લેવાય છે.
ભાગ્ય ગમે તેટલું ખરાબ હોય એનાથી ભાંગી પડવાની જરૂર નથી. ભલે ગમે તેટલા ભાંગી જવાય, ગમે તેવા નાસીપાસ થઇ જવાય એવા ગ્રહો છે એવું કોઇ જ્યોતિષી કહે પરંતુ શ્રઘ્ધા અને મહેનત જીવનને બદલી શકે છે. ઉદાસીને ખંખેરીને પ્રસન્ન રહેતા શીખી જઈએ તો ભાગ્ય બદલાવાનું છે, પરિસ્થિતિ બદલાવાની છે, મનઃ સ્થિતિ બદલાવાની છે. પુરૂષાર્થ અને પ્રારબ્ધ બેઉ એકબીજા વગર અઘૂરા છે. પ્રારબ્ધમાં ગમે તેટલું સારું લખ્યું હોય પણ જો પુરૂષાર્થ જ ન કરીએ તો ? તો પણ પરિણામ શૂન્ય જ આવાનું છે.
ભાગ્યને અને કર્મને સીધો સંબંધ છે. જ્ઞાનથી ભાગ્ય નથી બદલાતું. જ્ઞાનથી ભાગ્ય સમજી શકાય છે ખરું પણ ભાગ્યને ભક્તિથી બદલી શકાય છે. સુદામા, શબરી, કેવટથી લઇને આપણી આસપાસ પણ જો નજર નાખીશું તો ઘણા દાખલા જડી આવશે. અંતે એક શેર મરીઝનો જણાવું.... મોટા-ભાગે તો આપણા સંજોગો આપણા ભાગ્યને આધીન હોય છે. પરંતુ કોઈ એવો મિત્ર, કોઈ એવો ગુરૂ, કોઇ એવો વ્યકિત મળી જાય જે આપણા સંજોગોને આપણું ભાગ્ય ન થવા દે તો એને શું નામ આપી શકાય ? મરીઝ કહે છે એને ‘દિલેર’ કહેવાય.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા, સંજોગને જે મારું મુકદર થવા ન દે.
જીવન પોતાની કળા દેખાડતું અણવાકેફગાર માર્ગ પર દોરી જાય છે. એ કૌન છે જે એની પાછળ પાછળ ચાલ્યું જાય છે. વૃક્ષ ને વેલો, શાંત ઉભા રહે છે, ત્યારે કૌન છે જે બુમો પાડ્યા કરે છે. આમ જુઓ તો દરેક ને દ્રિષ્ટિ દીધી છે એણે, પણ કૌન છે જે એને જોવ તરસ્ય કરે છે. નદી પણ ક્યારેક પવન સાથે હિલોળે ચડતી તો ક્યારેક શાંતિ નું ગીત ગાન કરતી નજરે પડે છે. છતાં એતો તો ખબર રહે છે કે ક્યાં થી વહતી આવી છે આ ધારા ને કઈ દિશા માં જોશ ભેર દોડી જશે. પણ જીવન ના હિલોળા ની રફતાર ની કઈ ગતા ગમ નથી પડતી. ક્યારેક અસ્તવ્યસ્ત બની જીવન ચકડોળે ચઢેલું દેખાઈ છે તો મન માં વ્યથા ના હાલરડાં સંભળાઈ છે. અને પીડા માં ડૂબેલું હૈયું બસ હમણાજ થંબી જશે, એમ લાગે છે. ત્યારે અંતર ની કાળ કોઠડી માં થી કયા અંધકાર ના પોટલા ને અજવાળા મળે છે કે જીવન ની દિશા બદલતી દેખાઈ છે. રણ માં ભટકતી પગદંડી ને દરિયા ના છોર જોવા મળે છે.
જીવન માર્ગ પર ચાલતા મુસાફર ને થોડી રાહત મળી રેહતી, જો માર્ગ પર ક્યાંક તો સાચી દિશા દોરતું પાટ્યું નજરે પડતું. પણ જેમ સવાર સાંજ માં બદલાય છે નિશ્ચિત સમય અંતરાલ માં એવો કોઈ સમય ગાળો નિશ્ચિત કર્યો નથી પરિસ્થતિ ના બદલાવ પર. બની શકે પળો ને જોડીને જીવન રૂપી જે ગ્રંથછે એને સમજ વાની કોઈ રીત હજી જાણીતી થઇ નથી. પણ જીવન ની ગરમ રેતી પર એવા પગલા તો નોધાયા છે, જે પગલા માંથી આજે પણ મૌજ ની સુવાસ ઉછળે છે. લાગે છે જે સમય સાથી મુસાફર કૈક જાણવામાં માં મસ્ત હતા, આ મસ્ત મૌજ માણવા માં વ્યસ્ત હતા.
દરેક આંખોં માં પરિસ્થિતિ ના વિવિદ રંગ રોગાન છે અને દરેક અનુભવ થી સોએ પોતાની જીંદગીનું પરિમાણ કર્યું છે. કોના અનુભવ સાચા ને કોના અનુભવ ખોટા, દરેક પરિસ્થિતિ માં રંગ તો સૌએ પોતાના મનગમતા જ ભર્યા છે. જે વશ માં નથી એને વશ માં કરવાની ચાહ દુખ દેશે જ, પણ જે છે એની સમક્ષ જોવાની આપણ ને ટેવ નથી. ટેવો બદલવી અઘરી છે ખરી, પણ કૈક નવું કરી જોવા માં કોઈ ખોટ તો નથી. જીવન ને ઉકેલવું મુશ્કેલ છે તે ખરું પણ જીવન ને માણી જોવા માં કોઈ બાધા નથી.
So far, I have remained a student in my life with the side effect of spiritual nerdiness. Nothing interesting about me except me. This blog has been written with total insincerity and no expectation of being read by anyone.
8 comments:
કેટ્લી નાજુક કડી એ જીન્દગી ના દાવ ની
જીત પર બાજી હતી ને હારવાનુ મન હતુ
કઈક વાતો આમતો ભુલી ગયો છુ હુ હવે
શ્વાસે શ્વાસે જે સદા સમ્ભારવાનુ મન હતુ
-- શાહ્બુદિન રાથોડ
સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.
ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.
મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.
કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.
- આદિલ મન્સૂરી
એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.
જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.
ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.
એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.
આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.
જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.
- દિવ્યા મોદી
મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
- બેફામ
હતા એય દિવસો હતી એય રાતો,
અમે યાદ કરીશુ ને રોયા કરીશુ.
ઉઘાડી નજર સામે જે કૈ નથી એ,
અમે આંખ મીચીને જોયા કરીશુ.
-શેખાદમ અબુવાલા
લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી
કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી.
નન્હી ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દીવારો પર, સૌ બાર ફિસલતી હૈ
મન કા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ
ચઢકર ગિરના, ગિરકર ચઢના અખરતા હૈ
આખિર ઉસ કી મેહનત બેકાર નહીં હોતી
કોશિસ કરને વાલોં કી હાર નહીં હોતી
ડુબકીયાં સિન્ઘુ મેં ગોતાખોર લગાતા હૈ
જા જા કર ખાલી હાથ લૌટકર આતા હૈ.
મિલતી નહીં સહજ હી મોતી ગહરે પાની મેં.
બઢતા દુગુના ઉત્સાહ ઇસી હૈરાનીમેં.
મુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી.
કોશિષ કરને વાલોં કી હાર નહીં હોતી.
અસફલતા એક ચુનૌતી હૈ ઇસે સ્વીકાર કરો.
ક્યા કમી રહ ગયી ? દેખો ઔર સુધાર કરો.
જબ તક ના સફલ હો, નીંદ ચૈન કી ત્યાગો તુમ.
સંઘર્ષ કા મૈદાન છોડકર મત ભાગો તુમ !
કુછ કીયે બીના હી જય- જય-કાર નહીં હોતી.
કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.
એક જ્યોતિષી બનારસમાં બાર વર્ષ સુધી જ્યોતિષ વિદ્યાનો અભ્યાસ કરીને પોતાના વતનમાં પાછો જઈ રહ્યો હતો. એ સમયે લોકો એક ગામેથી બીજે ગામ ચાલતા જતા હતા. કાશીના આ પંડિતે જ્યોતિષ-વિજ્ઞાનનો નિષ્ઠાથી અભ્યાસ કર્યો હતો. તેના ગ્રંથો ખભે ઉંચકીને પોતાના વતન તરફ જતો હતો- પણ ત્યાં તેણે નદીની રેત ઉપર માણસના પગલા જોયા. માણસના પગલામાં સ્વસ્તિક, કમળ એવા જુદા-જુદા ઉચ્ચ રાજયોગ ધરાવતા ચિહ્નો હતા. જ્યોતિષી તો મુંઝાઈ ગયો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પગમાં જુદા-જુદા શુભ ચિહનો એ મોટા રાજવીના હોય. પણ આ તો કોઇ ઉઘાડે પગે ચાલતા માણસના હતા. હજુ આશ્ચર્ય તો એ થયું કે આવા ચિહનો ધરાવતો વ્યકિત ચક્રવર્તી રાજા હોવો જોઈએ. સોનાના રથમાં બેઠેલો હોવો જોઈએ,અને રાજમહેલમાં હોવો જોઈએ. એને બદલે ઉનાળાની ભરબપોરે, નદીની રેત ઉપર, ઉઘાડા પગે કોઇ માણસ અહીંથી પસાર થયેલો હોય એ જોઈને જ જ્યોતિષ મૂંઝાઈ ગયો..
તે વિચારે ચડી ગયો કે મારું શાસ્ત્રનું જ્ઞાન સાચું કે આ માણસની વાસ્તવિક દશા સાચી ? પગલાની છાપનો પીછો કરતો-કરતો પગલે-પગલે ચાલી નીકળ્યો. થોડેક જ દૂર ગયો હશે અને તેણે જોયું કે એક વૃક્ષ નીચે એક તેજસ્વી સન્યાસી આરામ કરી રહ્યો છે. તેના પગમાં એ જ બધા રાજ-ચિહનો હતા. એ ભગવાન બુઘ્ધ હતા. જ્યોતિષીએ પોતાની મૂંઝવણ જણાવી. તેણે કહ્યું કે બાર વર્ષ સુધી મેં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આવા ચિહનોવાળી વ્યકિત મહા-પ્રતાપી અને ચક્રવર્તી રાજા હોય. આ સામાન્ય યોગ નથી. અને તમે તો સંન્યાસી છો. આવું કઈ રીતે બને ? ભગવાન બુઘ્ધે કહ્યું કે તારું શાસ્ત્રનું જ્ઞાન સાચું છે. હું રાજવી હતો અને હવે સંન્યાસી છું. એમ કહીને તેમણે એ જ્યોતિષના મનની તમામ શંકાઓનું સમાધાન કરી આપ્યું.
આ બે પ્રસંગો એટલા માટે યાદ આવી રહ્યા છે કે ભાગ્યમાં જે લખ્યું હોય છે તે થાય છે. પરંતુ ભાગ્યથી ઉપર પણ કશુંક છે. એ છે ઇશ્વર, પરમ ચૈતન્ય. માટે જ જયારે ભાગ્યના બધા જ ગ્રહો અવળા જતા લાગે ત્યારે પણ બઘું જ સવળું થઇ શકે છે ભક્તિ દ્વારા. ભાગ્યને બદલે તે ભક્તિ. સંસ્કૃતના વ્યાકરણના રચિયીતા પાણિનીના હાથમાં વિદ્યાની રેખા જ નહોતી. તેમની માતા જયારે જ્યોતિષીને તેમનો હાથ બતાવા ગઈ ત્યારે જ્યોતિષીએ કહ્યું કે આ બાળકના હાથમાં વિદ્યાની રેખા જ નથી. અને કહેવાય છે કે તે જ ક્ષણે પાણિનીએ બાજુમાં પડેલા અણીદાર પથ્થરથી પોતાના હાથમાં વિદ્યાની રેખા દોરી, ચીરો પાડ્યો. અને આપણને સંસ્કૃત વ્યાકરણ મળ્યું. કવિ કાલીદાસ મૂર્ખ અને અભણ હતા. કાલીમાતાની ઉપાસનાના લીધે સરસ્વતી દેવીની કૃપાથી તેઓ મહાકવિ બન્યા. વિશ્વના ઉત્તમ ગ્રંથોના રચિયીતામાં કાલીદાસનું નામ આદરપૂર્વક લેવાય છે.
ભાગ્ય ગમે તેટલું ખરાબ હોય એનાથી ભાંગી પડવાની જરૂર નથી. ભલે ગમે તેટલા ભાંગી જવાય, ગમે તેવા નાસીપાસ થઇ જવાય એવા ગ્રહો છે એવું કોઇ જ્યોતિષી કહે પરંતુ શ્રઘ્ધા અને મહેનત જીવનને બદલી શકે છે. ઉદાસીને ખંખેરીને પ્રસન્ન રહેતા શીખી જઈએ તો ભાગ્ય બદલાવાનું છે, પરિસ્થિતિ બદલાવાની છે, મનઃ સ્થિતિ બદલાવાની છે. પુરૂષાર્થ અને પ્રારબ્ધ બેઉ એકબીજા વગર અઘૂરા છે. પ્રારબ્ધમાં ગમે તેટલું સારું લખ્યું હોય પણ જો પુરૂષાર્થ જ ન કરીએ તો ? તો પણ પરિણામ શૂન્ય જ આવાનું છે.
ભાગ્યને અને કર્મને સીધો સંબંધ છે. જ્ઞાનથી ભાગ્ય નથી બદલાતું. જ્ઞાનથી ભાગ્ય સમજી શકાય છે ખરું પણ ભાગ્યને ભક્તિથી બદલી શકાય છે. સુદામા, શબરી, કેવટથી લઇને આપણી આસપાસ પણ જો નજર નાખીશું તો ઘણા દાખલા જડી આવશે. અંતે એક શેર મરીઝનો જણાવું.... મોટા-ભાગે તો આપણા સંજોગો આપણા ભાગ્યને આધીન હોય છે. પરંતુ કોઈ એવો મિત્ર, કોઈ એવો ગુરૂ, કોઇ એવો વ્યકિત મળી જાય જે આપણા સંજોગોને આપણું ભાગ્ય ન થવા દે તો એને શું નામ આપી શકાય ?
મરીઝ કહે છે એને ‘દિલેર’ કહેવાય.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદર થવા ન દે.

Post a Comment